PARISHAD ELECTIONS - BLOG 06
ગુજરાતી સાહિત્ય પરિષદ
પ્રમુખની ચૂંટણી
ગુજરાતી સાહિત્ય પરિષદ
પ્રમુખની ચૂંટણી
2018-2020
છ
ચૂંટણીનું ગાયન:
'ચાર ફૂલ, એક હાટ'
ચૂંટણીનું ગાયન:
'ચાર ફૂલ, એક હાટ'
ઓરાં આવો તો કહું વાતડી બાબુ સુથાર!
તમ્મ માટે કાઢી મેં તો હાટડી બાબુ સુથાર!
મારી તે હાટડીમાં ચારચાર ફૂલ.
દેવાં ચારેય વિના મૂલ, ઓ બાબુ સુથાર!
ઓરાં આવો તો-
પહેલું તે ફૂલ મને બળવંતે દીધું
'ડાયસ્પોરા' કીધું એનું નામ, હે બાબુ સુથાર!
ઓરાં આવો તો-
બીજું તે ફૂલ મને સિતાંશુએ દીધું
'સર્જકતા' દીધું એનું નામ, જો બાબુ સુથાર!
ઓરાં આવો તો-
ત્રીજું તે ફૂલ મને બળવંતે દીધું.
'ડિજિટલ' પાડયું એનું નામ, તે બાબુ સુથાર!
ઓરાં આવો તો-
ચોથું તે ફૂલ મને સિતાંશુએ દીધું.
'સ્વાયત્તતા' એવું એનું નામ, હોં બાબુ સુથાર!
ઓરાં આવો તો-
ચાર ચાર ફૂલ સજી ચૂંટણી તેડાવી મેં તો!
'પોલીટીશીયન્ન' મારું નામ, રે બાબુ સુથાર!
ઓરાં આવો તો-
દેજોદેજો રે તમે વોટ, કરી 'ચોકડી'.
અમને દેજો જરી સુગંધ, ઓ બાબુ સુથાર!
ઓરાં આવો તો કહું વાતડી બાબુ સુથાર!
તમ્મ માટે કાઢી મેં તો હાટડી બાબુ સુથાર!
।।મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો।।
।।આપો, ઝટ આપો, સિતાંશુને જ મત આપો।।
।।આપો, ઝટ આપો, સિતાંશુને જ મત આપો।।
ઇતિ વોટ-વચન
(વિદેશી ભારતીય મિત્ર બાબુ સુથારને, જવાબમાં. )
પરેશ નાયક
No comments:
Post a Comment