Friday, 29 September 2017

PARISHAD ELECTIONS - BLOG 03



PARISHAD ELECTIONS - BLOG 03
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી 

2018-2020
ત્રણ 

પ્રિય મિત્ર બળવંતને

-
ધખના સાચી હોય તો, શબ્દબ્રહ્મને જાણ!
પોપટબાની પઢીપઢી, મત કર વ્યર્થ વિલાપ!

હતી પરિષદ લોકની, એક સદી થઈ આજ.
કરવી'તી બે ચાકરી, તન-મન-ધનથી, બાપ!

સતને જાણીશ અંધ મા, જુએ તને હર બાર!
સત્તાખોળે બૈઠકે, મત ભણ જૂઠી તાન !!
-
।। મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ।।
।। 'સર્જકતા' અને સિતાંશુને જ મત આપો ।।
ઇતિ દોહરા  
પરેશ નાયક 

Wednesday, 27 September 2017

PARISHAD ELECTIONS - BLOG 02


ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી 

2018-2020

બે

જયન્ત પંડયા અને બકુલ ત્રિપાઠી વચ્ચેની ચૂંટણી મહત્વની હતી કેમકે એનાથી પરિષદમાં લોકશાહી પ્રક્રિયાની પુનઃસ્થાપના થઈ શકી. ચંદ્રકાન્ત ટોપીવાળા અને નાનુભાઈ નાયક વચ્ચેની ચૂંટણી મહત્વની હતી કેમકે એનાથી પરિષદમાં સાહિત્યિક ધોરણો ઉપર ફરી એક વાર ભાર મુકાયો.
બળવંત જાની અને સિતાંશુ યશશ્ચંદ્ર વચ્ચેની ચૂંટણી ઉપરની બન્ને ચૂંટણીઓ જેટલી જ મહત્વની છે. કેમકે એનાથી સ્વાયત્તત્તા અને સર્જનશીલતા માટેની પરિષદની પ્રતિબદ્ધતા સુદ્રઢ બનશે.

।। મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ।।
।। 'સ્વાયત્તતા' અને સિતાંશુને જ મત આપો ।।
ઇતિ વારતા 
પરેશ નાયક 

Monday, 18 September 2017

PARISHAD ELECTIONS - BLOG 01


ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખની ચૂંટણી 
2018-2020
બે

સાહિત્ય કલાઓની કલા  છે.
ચૂંટણી એ લોકશાહી-રાજકારણની  કલા છે.

કવિ  સિતાંશુ યશશ્ચંદ્ર  અને  ડૉક્ટર બળવંત જાની  ચૂંટણીના મેદાનમાં  છે.
કવિ સાહિત્યના કલાકાર છે.   બળવંત રાજકારણના કલાકાર છે.

તમારો મત કોને આપશો?
પરેશ નાયક