સ્વાયત્તતા સંમેલન
ગુજરાતી સાહિત્ય પરિષદ
પહેલી માર્ચ , રવિવાર ,બપોરે બે વાગ્યે
આથી હશે અન્ય ન કોઈ રસ્તો ?
અશ્લીલ છાપાં સમ ન્હોય જુઠ્ઠો ;
જે મૃત્યુ શો હોય ન સાવ સસ્તો ,
ને પથ્થરો થી વધુ હોય પોચો?
જે બુદ્ધિજીવી સમ ન્હોય બુઠ્ઠો ,અશ્લીલ છાપાં સમ ન્હોય જુઠ્ઠો ;
ભાટાઈ જેમાં નહીં ક્યાંય ગાવી,
ભોળી પ્રજાને નહીં ભાંગ પાવી?
વિચારની જ્યાં નવ હોય શૂન્યતા,
ને ન્યાય ની ન્હોય જરીય ન્યૂનતા?
ને ન્યાય ની ન્હોય જરીય ન્યૂનતા?
બિરાદરી ખેલદિલી સમાજે
ખીલાવવી હોય સદાય કાજે ,
ખીલાવવી હોય સદાય કાજે ,
મનુષ્યમાં જે ઘર ઘાલી બેઠાં
અનિષ્ટ કૈ; યુગોથી પેઠાં,
દેવા સદાની સહુને શિકસ્તો
દેવા સદાની સહુને શિકસ્તો
હોવો ઘટે અન્ય જ કોઈ રસ્તો !
- નિરંજન ભગત
'નિવેદન , ઓગષ્ટ 1956' કાવ્યમાંથી સાભાર
No comments:
Post a Comment